લાંબા સમયથી અટકી રહેલી સની દેઓલની ફિલ્મ ટૂંક સમયમાં રીલૂઝ થશે આ ફિલ્મ લાંબા સમયથી કાનૂની જંગમાં અટવાઇ પડેલી અભિનેતા અને ફિલ્મ સર્જક સની દેઓલની ફિલ્મ ‘મોહલ્લા અસી’ ને કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડે એ સર્ટીફિકેટ આપીને પાસ કરી હોવાની જાણકારી મળી હતી.
નવલકથાકાર કાશી નાથ સિંઘની ‘કાશી ઇઝ અસી’ નામની નવલકથા પર આધારીત આ ફિલ્મનું શુટિંગ 2011માં શરૂ કરવામાં આવ્યુ હતુ. આ ફિલ્મમાં સની દેઓલ, સાક્ષી તંવર અને રવિ કિશન ચમકી રહ્યા છે. ચંદ્ર પ્રકાશ ત્રિવેદીએ આ ફિલ્મનુ ડાયકેક્શન કર્યું છે. 2016ના માર્ચમાં નિર્માતાએ સેન્સર બોર્ડ સમક્ષ સર્ટિફિકેટની માગણી કરતાં અરજી કરી ત્યારથી કાનૂની જંગનો આરંભ થયો હતો. અને હવે ટૂંક સમયમાં આ ફિલ્મ રીલીઝ થશે.