બોલીવુડ એક્ટ્રેસ સની લિયોન હાલમાં જ પતિ ડેનિયલ વેબર અને બાળકો સાથે સ્પોટ થઈ હતી. આ દરમ્યાન તેની સાથે ત્રણ બાળકો પણ દેખાયા હતા. સની લિયોનની પુત્રી નિશાની સાથે પુત્ર અશર અને પુત્રી નોહને લેવા તેની પ્લે સ્કૂલ પહોંચ્યા હતા. જ્યાંના તેમના ફોટા વાયરલ થયા હતા. આ દરમ્યાન સની અને ડેનિયલની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી. તમે જોઈ શકો છોકે, તેવો કેવાં હસતા દેખાઈ રહ્યા છે. સની અને ડેનિયલે વર્ષ 2011માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા અને હવે તેમના ત્રણ બાળકો છે.સની ઘણીવાર પતિ ડેનિયલ સાથે બાળકોને પ્લે સ્કૂલમાં લેવા માટે જાય છે. ફોટામાં જોઈ શકાય છેકે,તે બાળકોને સ્કૂલમાંથી લઈને પાછી ફરી રહી છે.
આ સમય દરમ્યાન સની લિયોનની મોટી પુત્રી નિશા પેપેરાઝીને બાય કરતી દેખાઈ રહી છે.સની લિયોને નિશાને દત્તક લીધી હતી. તેના સિવાય અશર અને નોહ જોડિયા છે, તેઓ સેરોગસીથી જન્મેલા છે. સની લિયોન તેના બાળકોને લઈને ઘણી પ્રોટેક્ટિવ રહે છે, જોકે તેનું કહેવું છેકે, જો પેપેરાઝી તેના બાળકોનાં ફોટા ક્લિક કરે તો, તેને કોઈ ખાસ ફરક પડતો નથી. સનીનું કહેવું છેકે, તેના બાળકોને લઈને ઘણી પ્રોટેક્ટિવ છે એને તેમને તે સાચી વેલ્યૂઝ આપવા માંગે છે.