ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંક્શનના અનેક વિડીયો હાલમાં વાયરલ થઇ રહ્યા છે. આમ વાત કરવામાં આવે તો આરાધ્યા અને અબરામનો એક વિડીયો હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઇને તમને જોશ ફિલ્મની યાદ આવી જશે.
ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાલમાં એન્યુઅલ ડે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મોટાભાગની સેલિબ્રિટીઝ અને એમના બાળકો પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. શાહરુખ ખાનના દિકરા અબરામ અને ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા સહિત અનેક સ્ટાર્સકિડ્સે લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ તસવીરો અને વિડીયો હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે. જો કે હાલમાં આરાધ્યા અને અબરામનો એક વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
જ્યારે અબરામને આરાધ્યાએ હગ કર્યુ
ઇન્ટરનેટ પર વાયરલ થયેલો આ વિડીયો તમે પણ એક વાર જોશો તો તમને ઐશ્વર્યા અને શાહરુખના પોઝની યાદ આવી જશે. આ વિડીયોમાં તમે કિડ્સનો જોલી મુડ જોઇ શકો છો. વાત જાણે એમ છે કે ડાન્સ દરમિયાન આરાધ્યા બચ્ચને અબરામને ગળે મળી હતી. આ વિડીયોએ હાલમાં સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી દીધી છે.આ વિડીયો પર લોકો જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ વિડીયોમાં એક સોશિયલ મિડીયા યુઝરે કોમેન્ટ કરી છે કે શાહરુખ ખાને 9 વર્ષ પહેલાં કહ્યું હતુ કે અબરામ અને આરાધ્યા સ્ક્રીન કપલ પ્લે કરી શકે છે, પરંતુ અહીંયા તો ભાઇ-બહેનની ફિલીંગ આવી રહી છે. જ્યારે બીજા એક યુઝર્સે કમેન્ટ કરી કે..કેટલો ક્યૂટ વિડીયો છે. જ્યારે ઘણાં લોકોએ અબરામ અને આરાધ્યા સુપર ક્યૂટ પણ કહ્યા છે.
ફેન્સને શાહરુખ-ઐશ્વર્યાની ‘જોશ’ ફિલ્મની યાદ આવી
આ વિડીયો જોયા પછી ફેન્સને જોશ મુવીની યાદ આવી ગઇ છે. આમ તમને જણાવી દઇએ કે વર્ષ 2000 માં રિલીઝ થયેલી ફિલ્મમાં શાહરુખ અને ઐશ્વર્યાએ પહેલી વાર ઓનસ્ક્રીન ભાઇ અને બહેનની ભૂમિકા ભજવી હતી. શાહરુખનો દિકરો અબરામ સુપર ક્યૂટ છે. અબરામના ફેન્સ આ વિડીયો જોઇને ખુશ થઇ ગયા છે.