અભિનેત્રી નુસરત ભરુચા ફેશનના મામલામાં ખૂબ પ્રખ્યાત છે. ખાસ કરીને તે તેના વેસ્ટર્ન લુકથી ફેન્સને ખૂબ ઇમ્પ્રેસ કરે છે. નુસરત જે પણ પહેરે છે તેમા તેનો લુક બોલ્ડ જોવા મળે છે. હાલમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. સામે આવેલી તસવીરોમાં 34ની નુસરત પિંક એન્ડ બ્લેક ગાઉનમાં સુપર હોટ લાગી રહી છે.
તેના આ સ્કિન ફિટ ગાઉનમાં પરફેક્ટ ફિગર નજરે પડી રહી છે. ખાસ કરીને તેનો ફૉલ ખૂબ શાનદાર હતો જે તેને સિલ્કી ફૉલ જેવો લુક આપી રહ્યો હતો. તસવીરોમાં તેનું ગાઉન તેની કર્વ્સને હાઇ લાઇટ કરી રહ્યું છે. ગાઉનની સાથે મિનિમલ મેકઅપ અને ખુલ્લા હેર તેના લુકને કમ્પલીટ કરી રહ્યા છે. દરેક તસવીરોમાં નુસરતનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે.