મુંબઈ : સુપરસ્ટાર રજનીકાંત પણ પીએમ નરેન્દ્ર મોદીના રસ્તે આગળ વધી રહ્યા છે. હકીકતમાં, મોદી પછી રજનીકાંત ડિસ્કવરી ચેનલના લોકપ્રિય શો મેન વિ વાઇલ્ડ (Man vs Wild)માં પણ જોવા મળશે. રજનીકાંતે પણ આ શો માટે શૂટિંગ શરૂ કરી દીધું રજનીકાંતનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો હતો, જેમાં તે શૂટિંગ માટે નીકળતો જોવા મળ્યો હતો.
અહેવાલો અનુસાર, કર્ણાટકના બંદીપુર જંગલોમાં થઈ રહેલા શૂટિંગ દરમિયાન રજનીકાંતને સામાન્ય ઈજાઓ થઈ છે. રજનીકાંતને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તેના ખભા પર પણ તેને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી શૂટિંગ વચ્ચે જ અટકાવવું પડ્યું હતું. ત્યાં હાજર વન અધિકારીએ એક વિશેષ વાતચીતમાં જણાવ્યું કે, રજનીકાંતની સલામતી માટે આજનું શૂટિંગ બંધ કરાયું છે.