મુંબઈ : દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારે એક નિવેદન બહાર પાડ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત ફાઉન્ડેશનની રચના કરીને યુવા પ્રતિભાને ‘સિનેમા, વિજ્ઞાન અને રમતગમત જેવા તેમના પ્રિય ક્ષેત્રમાં’ પ્રોત્સાહન મળશે. નિવેદન અનુસાર, “પટનાના રાજીવ નગરમાં તેમનું બાળપણના ઘરને એક સ્મારક બનાવવામાં આવશે.
આ વિશેષ જાહેરાતો કરવાની સાથે સુશાંતના પરિવારજનોએ કહ્યું કે, દુનિયા માટે સુશાંત સિંહ રાજપૂત પણ અમારા માટે તે માત્ર ગુલશન હતો.”