સુશાંત સિંહ રાજપૂત અને રેહા ચક્રબર્તી વચ્ચેની લવ અફેયરની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. બન્ને એકબીજાને લાંબા સમયથી ડેટ કરીરહ્યા છે. સુશાંત સિંહને હવે રેહા સાથે લગ્ન કરવાની ઉતાવળ આવી રહી હોવાની ચર્ચા છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે, રિહા હજી લગ્ન માટે તૈયાર નથી.
તેણે સુષાંત પાસે લગ્નનો નિર્ણય લેવા માટે થોડો સમય માંગ્યો છે. રેહા હજી બોલીવૂડમાં ઠરીઠામ થઇ નથી. તેને પોતાની કારકિર્દીને પણ ધ્યાનમાં રાખીને ફેંસલો લેવો છે. સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે લાંબા સમય સુધી સંબંધમાં હતા. બન્નેએ લિવઇનમાં રહેવાનું પણ શરૂ કર્યુ હતું. પરંતુ સુશાંતનું નામ ક્રિતી સેનોન સાથે જોડાતા બન્ને વચ્ચે તિરાડ પડી હતી.
સુશાંતનું નામ સારા અલી ખાન સાથે પણ જોડાયું હતું. એક વાત સાચી માનીએ તો, સારાના પિતા સૈફ અલી ખાને સુશાંતને સારાથી દૂર રહેવાની ચેતવણી આપી દીધી હતી. સુશાંત કારકિર્દીની સાથેસાથે અભિનેત્રીઓ સાથે રોમાન્સની તક જતી કરતો નથી.