મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવો વળાંક આવી રહ્યો છે. 31 જુલાઈ, શુક્રવારે રિયા ચક્રવર્તીએ એક વીડિયો બહાર પાડ્યો અને ન્યાયની માંગ કરી. હવે સુશાંતની બહેન શ્વેતા સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ન્યાય માટે અપીલ કરી છે.
શ્વેતાએ ન્યાયની માંગ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરતા શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું છે કે – હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને હું સમગ્ર મામલાની તાકીદે તપાસની વિનંતી કરું છું. અમે ભારતની ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ રાખીએ છીએ અને કોઈપણ કિંમતે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ. #JusticeForSushant #SatyamevaJayate.
આ સિવાય શ્વેતાએ લખ્યું- ડિયર સર, મારું હૃદય કહે છે કે તમે સત્ય માટે અને સત્ય સાથે ઉભા છો. અમે એક ખૂબ જ સરળ કુટુંબમાંથી આવીએ છીએ. મારા ભાઈને બોલિવૂડમાં હતા ત્યારે કોઈ ગોડફાધર નહોતો અને ન તો અમારો કોઈ છે. હું તમને વિનંતી કરું છું કે આ બાબત પર ધ્યાન આપવું અને ધ્યાન રાખવું કે બધું બરાબર થાય. ન્યાયની આશામાં કોઈ પુરાવા સાથે કોઈ ચેડા કરવામાં ન આવે.
I am sister of Sushant Singh Rajput and I request an urgent scan of the whole case. We believe in India’s judicial system & expect justice at any cost. @narendramodi @PMOIndia #JusticeForSushant #SatyamevaJayate pic.twitter.com/dcDP6JQV8N
— Shweta Singh Kirti (@shwetasinghkirt) August 1, 2020