મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતને આજે (15 જૂન) ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી. મુંબઈના વિલે પાર્લેના સેવા સમાજ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
સુશાંત સિંહના અંતિમ સંસ્કારમાં પરિવાર સહીત અભિનેત્રી શ્રદ્ધા, ક્રિતી સેનન, રેહા ચક્રવર્તી પાર્લેના સ્મશાન સ્થળે પહોંચ્યા હતા. આ સિવાય ઘણા ટીવી કલાકારો પણ તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. ઘાટની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.