મુંબઈ : સુષ્મિતા સેનની વેબ સિરીઝ આર્યાનું ટ્રેલર રિલીઝ થયું છે. તે લાંબા સમય પછી રૂપેરી પડદે પરત ફરવા જઈ રહી છે. આ રોમાંચક વેબ સિરીઝમાં સુષ્મિતા સેન આર્યા નામની મહિલાની ભૂમિકા નિભાવી રહી છે, જેના પતિ ડ્રગ્સના ધંધામાં છે. જ્યારે આર્યાના પતિ પર હુમલો કરવામાં આવે છે, ત્યારે તેણીને સત્યની જાણકારી મળે છે, ત્યારબાદ આ મહિલાને સંજોગોમાં અનુકૂલન લેવું પડે છે.
ઉલ્લેખનીય છે કે, આર્યા ડચ ક્રાઇમ થ્રિલર પનોજા પર આધારિત છે. આ સિરીઝ વર્ષ 2010 થી 2017 સુધી ઓનએર થઇ હતી. આ સિરીઝ માં મુખ્ય પાત્ર કાર્મેન છે જે એમ્સ્ટરડેમના ડ્રગ માફિયાની પુત્રી છે અને તે તેના પતિનું દેવું ચૂકવવા માટે કુટુંબના ધંધાની વડા બને છે. આ સિવાય તે એક માતાની પણ વાર્તા છે જેના માટે તેના ત્રણ બાળકોની સલામતી પ્રાથમિકતા છે.