સુબ્રમણ્યન સ્વામીએ શ્રીદેવીના મોત જણાવ્યું છે કે, બોલિવુડમાં કામ કરતી અભિનેત્રીઓ અને દાઉદ વચ્ચે અનૈતિક સંબંધો હોય છે, અને તેના પર પણ આપણે ધ્યાન આપવું પડશે. સ્વામીએ એમ પણ કહ્યું હતું કે, મીડિયામાં જે માહિતી આવી રહી છે તે સાતત્યપૂર્ણ નથી. શ્રીદેવી ક્યારેય આટલો દારુ નહોતા પીતાં, તો પછી તેમના શરીરમાં તેનું પ્રમાણ ક્યાંથી મળ્યું? હોટેલના સીસીટીવી ફુટેજ ક્યાં ગયા? ડોક્ટર અચાનક આવીને મીડિયાને કેમ કહે છે કે, તેમનું મોત હાર્ટ ફેલ થવાથી થયું છે? તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી દુબઈનું પ્રોસેક્યુશન પોતાનો ફેસલો ન સંભળાવે ત્યાં સુધી રાહ જોવી પડશે.
3અર્જુન કપૂર દુબઈ જશે
હાલ મળતી માહિતી અનુસાર, શ્રીદેવીનો સાવકો દીકરો અર્જુન કપૂર દુબઈ જશે. અર્જુનના પિતા બોની કપૂર હાલ દુબઈમાં જ છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, શ્રીદેવીનો મૃતદેહ પરિવારને સોંપવા માટે જે ક્લિયરન્સ લેટરની જરુર છે તે હજુ સુધી અપાયો નથી, જેથી મૃતદેહનો કબજો મળવામાં વિલંબ થઈ રહ્યો છે. આજે શ્રીદેવીના મોતના ત્રણ દિવસ થયા છે, પરંતુ હજુય કાયદાકીય પ્રક્રિયાને કારણે તેમના મૃતદેહનો કબજો પરિવારજનોને સોંપવામાં આવ્યો નથી.
મૃતદેહ ભારત મોકલવા વધુ એક પરવાનગી જરુરી
દુબઈ: દુબઈમાં મોતને ભેટેલાં શ્રીદેવાના મૃતદેહની ભારતમાં બે દિવસથી રાહ જોવાઈ રહી છે, ત્યારે તેમાં વધુ મોડું તઈ શકે છે તેવા સમાચાર આવ્યા છે. યુએઈના ભારતના રાજદૂત નવદીપ સૂરીએ જણાવ્યું છે કે, દુબઈ પોલીસે ભારતી દૂતાવાસને જણાવ્યું છે કે, મૃતકના પાર્થિવ શરીરને ભારત મોકલવા વધુ એક પરવાનગીની જરુર પડશે.
2-3 દિવસ લાગી જતા હોય છે
રાજદૂત સૂરીએ પીટીઆઈને જણાવ્યું હુતં કે, એમ્બસી વધુ એક ક્લિયરન્સની રાહ જોઈ રહી છે. આ ક્લિયરન્સ દુબઈમાંથી મળવની છે, અને તે પછી જ શ્રીદેવીના મૃતદેહને ભારત મોકલી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, શ્રીદેવીનો મૃતદેહ જલ્દીથી જલ્દી ભારત પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે અમે કામમાં લાગલેલા છે. સામાન્ય રીતે આ પ્રકારના કેસમાં તમામ પ્રક્રિયામાં 2-3 દિવસ લાગી જતા હોય છે.
મોત અંગે અટકળો ન કરશો
શ્રીદેવીનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે લોકોને અટકળો ન કરવાની પણ ભારતીય રાજદૂત સલાહ આપી છે. મહત્વનું છે કે, શ્રીદેવીના પરિવારે દાવો કર્યો હતો કે, હાર્ટ અટેકથી તેમનું મોત નથી થયું, પરંતુ તેઓ અકસ્માતે બાથટબમાં ડૂબી ગયા હતા, જેનાથી તેમનું મોત થયું છે. શ્રીદેવીના મોતનું રહસ્ય ગૂંચવાયું છે ત્યારે સુરીએ આ અંગે લોકોને અટકળો ન કરવા પણ કહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રિપોર્ટ્સમાં મોતનું જે કારણ હશે તે આવી જશે.
શ્રીદેવીના ઘરની બહારના Pics
શ્રીદેવીના મૃત્યુ અંગે ઊંડી તપાસ
જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીના દુબઈમાં થયેલા મોતનું કારણ જાણવા માટે તપાસ કરી રહેલી સ્થાનિક પોલીસ તેને હાઈ-પ્રોફાઈલ કેસના તમામ એંગલથી તપાસી રહી છે. સોમવારે પોલીસે આ સંબંધમાં શ્રીદેવીના પરિવારજનો અને હોટલ સ્ટાફની પણ પૂછપરછ કરી. શ્રીદેવીના મોતનું રહસ્ય ઉકેલવા માટેની કોશિશ કરી રહેલી પોલીસ તમામ કડીઓને ફરી એક વખત ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં તેઓ જાણી શકે કે કઈ સ્થિતિમાં ટાવરના રુમ નંબર 2201માં તેમનું શબ મળ્યું.
ફરી તપાસની જરુર જણાઈ
આ કેસમાં પોલીસ શ્રીદેવીના પતિ બોની કપૂર સહિત તેમના રિલેટિવની પણ પૂછપરછ કરી રહી છે, જે ટૂર પર શ્રીદેવીની સાથે આવ્યા હતા. પોલીસ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું, “પોસ્ટમોર્ટમ રિપોર્ટને જોયા પછી એવા સવાલ હતા, જે પછી અમે વિચાર્યું કે અમારે આની ફરી તપાસ કરવી જોઈએ.”
હોટલ સ્ટાફની પણ પૂછપરછ
જ્યાં સુધી પોલીસની તપાસ પૂર્ણ નહીં થઈ જાય ત્યાં સુધી શ્રીદેવીનું પાર્થિવ શરીર અલ કુસૈસ મૌર્ચરીમાં જ રાખવામાં આવશે. જે રુમમાં શ્રીદેવી રોકાઈ હતી, તેને પોલીસ પહેલા જ સીલ કરી ચૂકી છે. એક સૂત્રના જણાવ્યા મુજબ, સોમવારે પોલીસે બોની કપૂરને આ ઘટનાની ઊંડી તપાસ અને પૂછપરછ કરી છે. આ સિવાય મોહિત મારવાહના પરિવાર અને હોટલ સ્ટાફની પણ પૂછપરછ કરી છે.
ફરી એક વખત પોસ્ટમોર્ટમ!
દુબઈના કેટલાક સૂત્રોએ જણાવ્યું કે જો જરુર પડી, તો દુબઈ પ્રોસિક્યુશન (DPP) શ્રીદેવીના શબનું ફરી એક વખત પોસ્ટ મોર્ટમ કરી શકે છે. એવી પણ માહિતી મળી છે કે DPPની મંજૂરી વગર બોની કપૂરને દુબઈ છોડવાની મંજૂરી નથી. જોકે, પોલીસ શ્રીદેવીના ફોન કોલની ડિટેલ પણ તપાસી રહી છે.
શ્રીદેવીની મેડિકલ ટ્રીટમેન્ટ
આ સિવાય ભારતમાં શ્રીદેવીના મેડિકલ રિપોર્ટ્સને પણ તપાસવામાં આવશે. પ્રોસિક્યુટર કાર્યાલય ઈચ્છે છે કે શ્રીદેવીએ અત્યાર સુધીમાં કેવા-કેવા પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ કરાવી છે અને કેવી-કેવી સર્જરી કરાવી છે, જેને આકસ્મિક મોતનું કારણ માનવામાં આવે છે.
આજે પાર્થિવ શરીર મુંબઈ લવાશે?
દુબઈના નિયમો પ્રમાણે મૃત્યુનું સર્ટિફિકેટ સૌથી પહેલા અરબી ભાષામાં બનાવાય છે. આ સાથે જ અંગ્રેજી અનુવાદની કોપી પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મુંબઈમાં સ્થિત કપૂર ઓફિસે આજે જણાવ્યું કે એક્ટ્રેસ શ્રીદેવીનું પાર્થિવ શરીર મંગળવારે મુંબઈ લાવવામાં આવશે. રિલાયન્સ ગ્રુપના માલિક અનિલ અંબાણીનું 13 સીટવાળું વિમાન સોમવારથી દુબઈ એરપોર્ટ પર શ્રીદેવીનું શબ લાવવા માટે રેડી પડ્યું છે. આ વિમાન આજે સાંજે 4 વાગ્યે ઉડાણ ભરવા માટે તૈયાર હતું, પણ પ્રોસિક્યુટર ઓફિસથી શ્રીદેવીના શબને ભારત લાવવાની મંજૂરી ન મળવાના કારણે આમ થયું.
પછી કેસ પબ્લિક પ્રોસિક્યુશનને સોંપાયો
સોમવારે શ્રીદેવીના શબના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસે આ નિવેદન જાહેર કર્યું હતું કે એક્ટ્રેસ શ્રીદેવીનું મોત બેભાન થઈને બાથટબમાં પડવાથી થયું છે. આ પછી દુબઈ પોલીસે આ કેસ નક્કી નિયમો મુજબ દુબઈ પબ્લિક પ્રોસિક્યુશનને સોંપી દીધો, જે ત્યાંના નિયમો પ્રમાણે પોતાની તપાસને આગળ વધારી રહ્યા છે.