મુંબઈ : ભૂતકાળમાં લોકસભાની ચૂંટણીઓ પછી સ્વરા ભાસ્કર ઘણી ચર્ચામાં છે. સ્વરા દેશની એવી કેટલીક સેલિબ્રિટીઓમાંની એક છે જે તેના બેબાક અંદાજને કારણે લોકોના નિશાને આવી જાય છે. તાજેતરમાં, સ્વારાએ આઈપીએસ અધિકારીને કઠોર શબ્દો સંભળાવ્યા હતા. હાલ હાલ તેની ‘બકેતી’ (ગપસપ)ને કારણે ટ્રોલ થઇ રહી છે.
હકીકતમાં સ્વરાએ તેના ટ્વીટર એકાઉન્ટ પર શુક્રવારે એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સ્વરા તેમના રાજકીય કારકિર્દી વિશે નિવેદન આપી રહી છે. પરંતુ સ્વરા દ્વારા વિડીયો પર આપવામાં આવેલું કૅપ્શન ખૂબ જ વિશેષ છે. સ્વરાએ કેપ્શનમાં લખ્યું છે, ‘ઇસે કેહ્તે હે બકેતી… યુંહી’
इसे कहते हैं बकैति with #paparazzi ! ??? #यूँही #randomly #Bollywood pic.twitter.com/WAQzmSbzdE
— Swara Bhasker (@ReallySwara) June 28, 2019
સ્વરાએ ભલે આ વીડિયોને મજાકમાં બકેતી કહ્યું હોય પરંતુ આ વિડીયો પોસ્ટ થતા જ યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. કોઈ તેને ‘બકેતીની દુકાન’ કહ્યું તો કોઈએ ‘બકેતીની સરદાર’ કહ્યું.