બોલીવુડ ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય માટે જાણીતી એક્ટ્રેસ તબ્બુ આજે પોતાનો 48મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. તબ્બુ આજના સમયે પણ એટલી જ હસીન લાગે છે, જેટલી કરિયરની શરૂઆતમાં લાગતી હતી અને આજે પણ તેની એક્ટિંગ એટલી જ દમદાર છે. લોકો તબ્બુને ખૂબ જ પસંદ કરે છે પરંતુ અમે તમને જણાવી દઇએ કે પોતાના સમયમાં દર્શકોના દિલો પર રાજ કરનારી આ ખૂબસુરત એક્ટ્રેસ આજે પણ સિંગલ છે.
તબ્બુએ હિન્દી ફિલ્મોમાં પોતાના કરિયરની શરૂઆત ‘વિજયપથ’થી કરી હતી અને તેનું ફિલ્મી કરિયર 2 દશક સુધી ચાલ્યુ. તબ્બુ મકબૂલ, ફિતૂર, અસ્તિત્વ, ચાંદની બાર અને હૈદર જેવી ફિલ્મોમાં ગંભીર ભુમિકાઓ નીભાવવા માટે જાણીતી છે. તમને જણાવી દઇએ કે તબ્બુનું નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે અને જો તેની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો તબ્બુનું નામ અનેક સ્ટાર્સ સાથે જોડાઇ ચુક્યુ છે. જેમાં સંજય કપૂર, સાજિદ નડિયાદવાલા અને નાગાર્જૂન જેવા સ્ટાર્સનું નામ સામેલ છે. કહેવામાં આવે છે જ્યારે તબ્બુ તેના કરિયરના શિખરે હતી ત્યારે તેનું નામ આ સ્ટાર્સ સાથે જોડાયુ હતુ.
તે દરમિયાન તેનું રિલેશનશિપ સાઉથ સુપરસ્ટાર નાગાર્જૂન સાથે આશરે 15 વર્ષ સુધી ચાલ્યુ. પરંતુ તેમનો આ સંબંધ લગ્નમાં ન પરિણમ્યુ. તેનું કારણ એ હતું કે નાગાર્જૂન પહેલાંથી જ પરણિત હતાં અને તેઓ પોતાની પત્નીને છોડવા તૈયાર ન હતા. તે બાદ તબ્બુ જ નાગાર્જૂનથી દૂર થઇ ગઇ. આ ઉપરાંત એકવાર તબ્બુએ તે કહીને સૌકોઇને ચોંકાવી દીધાં કે, હું અજય દેવગણના કારણે આજ સુધી સિંગલ છું.
તબ્બુએ કહ્યું હતું કે, હું અજયને ત્યારથી ઓળખુ છું, જ્યારે તે મારો પાડોશી હતો. મારો પિતરાઇ ભાઇ સમીર આર્ય પણ નજીકમાં જ રહેતો. બંને મારા પર નજર રાકચાં હતાં અને જો કોઇ છોકરો મને મળવા આવતો તો બંને તેને મળતા અને તેમને ડરાવતાં.તબ્બુ તાજેરમાં જ આવેલી ફિલ્મ ‘દે દે પ્યાર દે’માં નજરે આવી હતી. આ સાથે જ તબ્બુ સાથે જોડાયેલુ એક ફેક્ટ છે કે તે પોતાની ખૂબસુરતીને જાળવી રાખવા માટે દૂધથી સ્નાન કરે છે.