મુંબઈ : ઇશા દેઓલની મોટી પુત્રી રાધ્યાનો બીજો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જન્મદિવસની પાર્ટીમાં ઘણા સ્ટાર કિડ્સ હાજર રહ્યા હતા. બોલિવૂડના યુવાન નવાબ તૈમૂર અલી ખાન પણ પાર્ટીમાં પહોંચ્યા હતા. તૈમૂરને જોઈને ફોટોગ્રાફરો ઉમટ્યા. જેમ જેમ તૈમૂર મોટો થઈ રહ્યો છે, તેમનો પૈપરાઝી સાથેનો તાલમેલ પણ વધી રહ્યો છે. પહેલા તે ફોટોગ્રાફરોને જોઈને હસતો હતો, પરંતુ હવે ફોટોગ્રાફરોને જોઇને તેઓ રિએક્શન આપે છે. રાધ્યાની પાર્ટી દરમિયાન પણ આવું જ જોવા મળ્યું હતું.
રાધ્યાની પાર્ટી દરમિયાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તૈમૂર તેની નેની સાથે ચાલતો જોવા મળે છે. તે ચારે બાજુ પૈપરાઝીથી ઘેરાયેલા જોવા મળે છે. બહાર નીકળવાનો રસ્તો ન મળ્યા પછી, તૈમૂર થોડો ઇરિટેટ જોવા મળ્યો અને ફોટોગ્રાફર્સને કહ્યું ‘એકઝકયુઝ મી’. આ સાંભળીને આસપાસના લોકો હસવા લાગ્યા અને તેઓએ નાનકડા તૈમૂરની વાત પણ માની.