Entertainment news : તમિલ ફિલ્મના સુપરસ્ટાર વિજયે પોતાની નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. તેણે પોતાની નવી પાર્ટીનું નામ તમિઝા વેત્રી કઝગમ (TVK) રાખ્યું છે. તમિલનાડુમાં 2026માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા વિજય ચૂંટણીના મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. આ અવસર પર અભિનેતા વિજયે કહ્યું કે તેમની પાર્ટી લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે એમ પણ કહ્યું કે TVK પણ કોઈને સમર્થન નહીં આપે. તાજેતરમાં યોજાયેલી જનરલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિજયે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે મેં પાર્ટીના કામને અસર કર્યા વિના ફિલ્મ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે જેના માટે હું પહેલેથી જ પ્રતિબદ્ધ છું અને જાહેર સેવાના રાજકારણમાં મારી જાતને સંપૂર્ણપણે સામેલ કરીશ. આને હું તમિલનાડુના લોકોનો આભાર માનું છું.