મુંબઈ : બોલિવૂડ અભિનેતા અજય દેવગન હવે તેની નવી ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’માં જોવા મળશે. આ ફિલ્મનું નવું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
અજય દેવગનની આ ફિલ્મનો આ ત્રીજો લુક રિલીઝ થઈ ગયો છે. ‘સંબંધોની ફરજ અથવા માટીનું કરજ’ નામથી જારી કરવામાં આવેલા આ ટીઝરમાં બે લોકોના હાથ દેખાઈ રહ્યા છે. આ ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે બે લોકો એક બીજાનો હાથ પકડે છે અને તે દરમિયાન બંગડીને એક હાથમાંથી બીજા હાથમાં ફેરવવામાં આવી રહી છે.