મુંબઈ : ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મમાં અભિનેતા શરદ કેલકર મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવી રહ્યો છે. તાનાજીનું ટ્રેલર મંગળવારે રિલીઝ થયું હતું. ટ્રેલર લોંચિંગ પ્રસંગે શરદ કેલકરે છત્રપતિ શિવાજીનું ખોટું નામ લઇ રહેલા પત્રકારને કરેક્ટ કર્યું, તેની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.
ખરેખર, પત્રકારે કાર્યક્રમમાં શરદ કેલકરને પૂછ્યું- શું તમે શિવાજીની ભૂમિકા ભજવી રહ્યા છો? અભિનેતાએ તરત જ પત્રકારને અટકાવ્યો અને કહ્યું – છત્રપતિ શિવાજી. શરદ કેલકરે છત્રપતિ શિવાજી મહારાજને આદર સાથે નામ આપતાંની સાથે જ હોલ તાળીઓ અને સીટીઓથી ગુંજી ઉઠ્યો. એક યુઝરે શરદની પ્રશંસા કરતા લખ્યું – હવે હું ચોક્કસપણે આ ફિલ્મ જોવા જઈશ. કારણ કે છત્રપતિ શિવાજીને એક અભિનેતા દ્વારા ભજવવામાં આવે છે, જે તેમને સમજે છે. રિસ્પેક્ટ.
Thank you & well done @SharadK7 sir!! Video of the day ? The name "Chhatrapti Shivaji Maharaj" is enough to give goosebumps to us ? #TanhajiTheUnsungWarrior#TanhajiTrailer #SharadKelkar pic.twitter.com/F3tHTN2Vts
— AAVISHKAR (@aavishhkar) November 19, 2019
Okay, now I am definitely going to see the movie #Tanhaji, where the role of Shivaji Maharaj has been played by an actor who understands in whose shoes he is standing! Respect Sharad Kelkar pic.twitter.com/KTUUurs0eF
— Shefali Vaidya ஷெஃபாலி வைத்யா शेफाली वैद्य (@ShefVaidya) November 20, 2019