મુંબઈ : લાંબા સમયથી મોટા પડદેથી ગાયબ રહેલી અભિનેત્રી તનુશ્રી દત્તા હવે જબરદસ્ત રીતે પરત ફરી છે. તમને જણાવી દઈએ કે તનુશ્રીએ ફરીથી 18 મહિનાની મહેનત અને ડાયટ દ્વારા પોતાને એક પરફેક્ટ બોડી બનાવી છે. તનુશ્રીએ પોતાને ફીટ કરવા માટે કોઈ કસર છોડી નહોતી અને આજે તેનું પરફેક્ટ લુકિંગ સપનું પૂર્ણ થયું છે.
18 મહિનાની મહેનતે પોતાને ફીટ બનાવી
જણાવી દઈએ કે તાજેતરમાં તનુશ્રી દત્તાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાહકો સાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફીટ લાગી રહી હતી. તનુશ્રીને જોઈને બધાએ પૂછવાનું શરૂ કરી દીધું કે અચાનક તે કેવી રીતે ફીટ થઈ ગઈ. તેના પર તુનશ્રીએ કહ્યું કે આ બધું અચાનક બન્યું નથી, પરંતુ મારી 18 મહિનાની મહેનત છે. હું સપ્ટેમ્બર 2019 થી વર્કઆઉટ કરી રહી છું અને કડક ડાયટ ફોલો કરી રહી છું. આ માટે મેં દિવસ અને રાત એક કર્યું છે.
વર્ષ 2019 માં જ ફીટ થવા માટે મારું મન બનાવ્યું હતું
તનુશ્રીએ જણાવ્યું હતું કે, 2019 માં, જ્યારે તે ઉજ્જૈનનાં એક મંદિરની મુલાકાતે ગઈ હતી, ત્યારે તેણે નક્કી કર્યું હતું કે હવે તે પોતાની જાતને ફીટ કરવા માટે સખત મહેનત કરશે. ત્યારથી મેં ઉપવાસ શરૂ કર્યા. જ્યારે મેં પ્રથમ વખત ઉપવાસ કર્યા ત્યારે મને ખૂબ સારું લાગ્યું, તે પછી મેં દર સોમવારે ઉપવાસ શરૂ કર્યા. અને જ્યારે મને સમજાયું કે મારું વજન ઓછું થઈ રહ્યું છે, ત્યારે મને વર્કઆઉટ કરવા માટે એક ટ્રેનર મળ્યો છે, ત્યારબાદ મેં મારો તમામ આહાર બદલ્યો.અને માત્ર સ્વસ્થ ખાવાનું શરૂ કર્યું. મેં 80 થી 62 સુધી સખત મહેનત કરીને પોતાનું વજન ઘટાડ્યું.
જણાવી દઈએ કે હવે તનુશ્રી બોલીવુડમાં વાપસી કરવા જઇ રહી છે. તેણે કહ્યું કે તે ઘણા પ્રોજેક્ટ્સ પર વાત કરી રહી છે અને જો બધુ બરાબર થઈ જાય, તો પછી જલ્દી જ શૂટિંગ શરૂ કરી શકે છે.