‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક શો સાથે જોડાયેલા વિવાદોની ચર્ચા થાય છે તો ક્યારેક શો સાથે જોડાયેલા કલાકારોની ચર્ચા થાય છે. શોના કલાકારોને અઢળક પ્રેમ મળે છે, પછી તે ચાઇલ્ડ આર્ટિસ્ટ હોય કે સીનિયર એક્ટર્સ. હવે એક્ટ્રેસ ઝિલ મહેતા ચર્ચામાં આવી છે. ભલે ઝિલ મહેતાએ શો છોડી દીધો હોય, પણ લોકો હજુ પણ તેના સોનુના કેરેક્ટરને યાદ કરે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સ્ટાર કાસ્ટ આજકાલ ખૂબ ચર્ચામાં છે. શો સાતે જોડાયેલા રહેલા ચાઇલ્ડ આર્ટિસ્ટની પણ અલગ ફેન ફોલોઇંગ રહી છે. હાલમાં જ શોમાં સોનૂના કેરેક્ટરમાં જોવા મળેલી ઝીલ મહેતા ચર્ચામાં આવી છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા પછી ફેન્સ કહી રહ્યાં છે કે તેને અસલી ટપ્પૂ મળી ગયો છે.
ઝિલ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફેન્સનું દિલ જીતી રહી છે અને હવે તે એક ગુડ ન્યૂઝને લઈને ચર્ચામાં છે. ઝિલ લગ્ન કરવા તૈયાર છે અને તેને લગ્ન માટે પ્રેમભર્યુ પ્રપોઝલ પણ મળ્યું છે.
હાલમાં જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ ફેન્સ એક્સાઇટેડ થઈ ગયા છે અને કહી રહ્યા છે કે આખરે ‘સોનુ’ને અસલી ટપ્પુ મળી ગયો છે. આ વિડિયો બીજા કોઈએ નહીં પણ ખુદ ઝિલ મહેતાએ શેર કર્યો છે. આ વિડિયો પોસ્ટ કરતી વખતે ઝીલે એક ક્યૂટ કેપ્શન પણ આપ્યું છે, જેમાં લખ્યું છે કે, ‘કોઈ મિલ ગયા, મેરા દિલ ગયા.’ ઝીલે શાહરૂખ ખાનના ગીતના લિરિક્સ સાથે તેના વેડિંગ પ્રપોઝલની ઝલક બતાવી છે, જેમાં તે તેના બોયફ્રેન્ડને લગ્ન માટે હા કહેતી જોવા મળે છે.
બોયફ્રેન્ડે અલગ અંદાજમાં પ્રપોઝ કર્યું
જે વીડિયો સામે આવ્યો છે તેમાં ઝિલ રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે. તેની આંખો પર બ્લાઇન્ડ ફોલ્ડ છે. બ્લાઇન્ડ ફોલ્ડ બાંધીને, તે મિત્રોની મદદથી તે પ્રપોઝલ વેન્યૂ પર આવે છે. આ પછી તેના બોયફ્રેન્ડે તેને શાહરૂખ ખાન સ્ટાઈલમાં ‘કોઈ મિલ ગયા, મેરા દિલ ગયા’ ગીત પર ડાન્સ કરીને પ્રપોઝ કર્યું. આ દરમિયાન ઝિલ ઇમોશનલ થઈ જાય છે અને રડવા લાગે છે. તેણી તેને ગળે લગાવે છે અને લગ્ન માટે હા કહે છે. વિડિયો એકદમ ક્યૂટ અને રોમેન્ટિક છે. આ રીલ જોયા બાદ ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધીએ પણ હાર્ટ રિએક્ટ કર્યુ છે.