મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. અચાનક વિદાય લઈને સુશાંતે સૌને રડાવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેના ગયા પછી, દરેક ખૂબ જ દુઃખી અને આઘાતમાં છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે કે તેની આત્મહત્યા પાછળનું કારણ શું હોઈ શકે. સુશાંતના અવસાન બાદ તેની ટીમે એક વેબસાઇટ પણ બનાવી છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મેમોરલાઇઝડ કરવામાં આવ્યું છે.
હવે આરજેડી નેતા તેજશવી યાદવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખ્યો છે. તેજશવીએ વિનંતી કરી છે કે, રાજગીરમાં નિર્માણાધીન ફિલ્મ સિટીનું નામ સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નામ પર રાખવામાં આવે, જેમણે આટલા ટૂંકા ગાળામાં ફિલ્મ ઉદ્યોગમાં બિહારનું રોશન કર્યું છે. નોંધનીય છે કે, સુશાંત પટના (બિહાર) નો હતો.
माननीय मुख्यमंत्री जी से राजगीर में निर्माणाधीन फ़िल्म सिटी का नामकरण अल्प समय में फ़िल्म जगत में बिहार का नाम रोशन करने वाले प्रसिद्द अभिनेता स्वर्गीय सुशांत सिंह राजपूत के नाम पर करने का आग्रह किया है। pic.twitter.com/Fz25UfN66T
— Tejashwi Yadav (@yadavtejashwi) June 27, 2020