સંખ્યાબંધ સીરિયલના જાણીતા નિર્માતા ગૌતમ અધિકારીનું નિધન। તેઓ સબ ટીવીના કો-ફાઉન્ડર પણ હતા.જાણીતા ટીવી પ્રોડ્યુસર ગૌતમ અધિકારીનું 67ની વયે નિધન થઈ ગયું છે. થોડા સમય પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટને લઈ તેમની તબિયત લથડતી રહેતી હતી. જોકે, બાદમાં સારું થઈ ગયું હતું. પરંતુ રાતના 2.30 વાગ્યે તેને હાર્ટ અટેક આવ્યો હતો અને તેમનું અવસાન થઈ ગયું હતું.
ગૌતમ અધિકારીની અંતિમ યાત્રા 27 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે પાર્લેમાં નીકળશે. ઉલ્લેખનીય છે કે, આ કંપનીની અત્યાર સુધીની સૌથી સુપરહિટ ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં છે.
ગૌતમ અધિકારીએ ‘હેલ્લો ઈન્સ્પેક્ટર’, ‘કમાન્ડર’, ‘માર્શલ’, ‘સિલસિલા’ અને ‘વક્ત કી રફ્તાર’ જેવી અનેક ટીવી સીરિયલ્સનું ડિરેક્શન પણ કર્યું હતું.