હૈદરાબાદ : હૈદરાબાદની એક સ્થાનિક કોર્ટે 2010માં થયેલા ચેક બાઉન્સના કેસમાં લોકપ્રિય તેલુગુ અભિનેતા-નિર્માતા એમ. મોહન બાબુને એક વર્ષની જેલની સજા ફટકારી છે. 23મી વિશેષ મેજિસ્ટ્રેટ કોર્ટે તેલુગુ ડિરેક્ટર વાયવી એસ ચૌધરી દ્વારા કરવામાં આવેલા કેસ પર 41.75 લાખનો દંડ પણ ફટકાર્યો છે.
ચૌધરીના વકીલ કે.સત્ય સાંઈબાબાએ કહ્યું કે, મોહન બાબુની ફિલ્મ પ્રોડ્ક્શન કંપની શ્રી લક્ષ્મી પ્રસન્ના પિક્ચર્સને ફરિયાદે 10,000 રુપપિયાનો દંડ પણ ભરવાનો કહેવામાં આવ્યું છે. આ કેસમાં કંપનીનું પણ નામ છે. ‘દેવદાસુ’થી ચર્ચામાં આવેલા ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી.
મોહન બાબુ તેલુગુ સિનેમાનું મોટું નામ છે, તેમણે અભિનય ઉપરાંત ફિલ્મો નિર્માણ અને નિર્દેશિત કરી છે. અત્યાર સુધી 757 થી વધુ ફિલ્મોમાં મોહન બાબુએ મુખ્ય અથવા સહાયક ભૂમિકા ભજવી છે. તેમણે શ્રી લક્ષ્મી પ્રસન્ના પિક્ચર્સના બેનર હેઠળ 80 થી વધુ ફિલ્મો બનાવી છે. ફિલ્મફેરએ વર્ષ 995માં પેડરાયડુ (Pedarayudu) ફિલ્મ માટેનો શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ આપ્યો હતો. રજનીકાંતે પણ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.