મુંબઈ : વોર્નર બ્રોસ પિકચર્સ દ્વારા નિર્માણિત ફિલ્મ ‘ટેનેટ’ (Tenet)ની રિલીઝની રાહ પૂરી થઈ ગઈ છે. ક્રિસ્ટોફર નોલન દિગ્દર્શિત આ ફિલ્મ ભારતીય પ્રેક્ષકો માટે રિલીઝ કરવામાં આવશે. ટેનેટ 4 ડિસેમ્બર 2020 ના રોજ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રજૂ થશે.
ટેનેટે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 350 મિલિયન ડોલરની કમાણી કરી છે. દિગ્દર્શક નોલન અને વોર્નર બ્રોસ દ્વારા નિર્માણ પામેલ આ ફિલ્મના 200 મિલિયન ડોલરથી વધુના બજેટ પર વધુ સારી કામગીરીની અપેક્ષા છે.
કોવિડ -19 રોગચાળાને પગલે રિલીઝ થયેલી આ ફિલ્મને વિવેચકોની ઘણી પ્રશંસા મળી છે. ફિલ્મ વિશ્વના જુદા જુદા ભાગોમાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે. ભારતીય પ્રેક્ષકોને પણ ફિલ્મના નિર્માતાઓ પાસેથી ઘણી આશા છે, આ જોતા નિર્માતાઓ તેને રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.
નોંધનીય છે કે પ્રખ્યાત ભારતીય અભિનેત્રી ડિમ્પલ કાપડિયાને ક્રિસ્ટોફર નોલનની એક્શન મહાકાવ્ય ‘ટેનેટ’માં કાસ્ટ કરવામાં આવી છે. ડિમ્પલ ઉપરાંત રોબર્ટ પેટિન્સન અને માઇકલ કેઈન પણ જોવા મળશે.