મુંબઈ : જાણીતા રાજકીય નેતા જયલલિતાની 72 મી જન્મજયંતિ પર ફિલ્મ ‘થલાઈવી’ પરથી કંગના રનૌતનો લૂક શેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ જયલલિતાની બાયોપિક છે, જેમાં કંગનાએ તેનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ નિર્માતાઓએ સોમવારે સવારે એક નવી તસવીર શેર કરી છે.
જેમાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી કંગના જયલલિતાના લુકમાં જોવા મળી રહી છે. સફેદ સાડી પહેરેલી કંગનાના કપાળ પર લાલ ચાંદલો છે અને તેના ચહેરા પર સુંદર સ્મિત છે. કંગના બરાબર જયલલિતા જેવી લાગે છે. કંગનાની ટીમે પણ આ તસવીર શેર કરી છે.