મુંબઈ : તાપસી પન્નુની ફિલ્મ ‘થપ્પડ’ને લઇને એક જબરદસ્ત બઝ બનેલો છે. ફિલ્મની ટીકાત્મક પ્રશંસા થઈ રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના કહેવા પ્રમાણે, આ ફિલ્મે પહેલા જ દિવસે 3.07 કરોડની કમાણી કરી છે. પરંતુ ફિલ્મનો પ્રતિસાદ એવો છે કે ફિલ્મ વીકએન્ડમાં સારો બિઝનેસ કરી શકે છે. વર્ડ ઓફ માઉથનો ફાયદો મળી શકે છે.
નોંધનીય છે કે, તરણ આદર્શે તેની એક શબ્દ સમીક્ષામાં આ ફિલ્મને શક્તિશાળી ગણાવી હતી. તેણે ફિલ્મને ચાર સ્ટાર આપ્યા છે. તરણે ફિલ્મ વિશે લખ્યું – અનુભવ સિંહાએ ફરી એકદમ જોરદાર સંદેશ આપ્યો છે. થપ્પડ તમને ખૂબ જ દુઃખદાયક પ્રશ્નો પૂછે છે, આ અત્યાર સુધીના અનુભવનું શ્રેષ્ઠ કાર્ય છે. તાપસીએ પણ કમાલ કરી છે. તેમનું મૌન પણ ઘણું કહે છે.
#Thappad – which started low in morning shows – gathered speed post noon onwards… Metros – especially #Delhi, #NCR – registered healthy growth towards evening and night shows… Occupancy should multiply on Day 2 and 3… Fri ₹ 3.07 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) February 29, 2020