મુંબઈ : અભિનેત્રી તાપ્સી પન્નુની ફિલ્મ ‘થપ્પડ’એ ચર્ચાઓનું બજાર ગરમ રાખ્યું છે. ફિલ્મના ટ્રેલરથી લઈને તેના સોશિયલ મેસેજ સુધી ફેન્સના હ્રદયમાં ઘર કરી ચૂક્યું છે. હવે તાપ્સી પન્નુએ ફિલ્મ સાથે જોડાયેલી બીજો વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરીને, તેણે તેના તમામ અનુયાયીઓને અપીલ કરી છે કે તેઓ પિટિશન પર સહી કરે.
ઘરેલું હિંસા બદલ ફિલ્મમાં ડિસ્ક્લેમર બતાવવું જોઈએ
તાપ્સી પન્નુએ એક વિડીયો શેર કર્યો છે. વીડિયોના માધ્યમથી તે સીબીએફસીને અપીલ કરી રહી છે કે, ઘરેલું હિંસા અંગેની ફિલ્મમાં ડિસક્લેમર પણ આપવામાં આવે. વીડિયો શેર કરતી વખતે, તાપ્સી લખે છે ‘થપ્પડ પર ડિસક્લેમર રાખવી એ આટલી એવી બાબત છે? જો નહીં, તો પિટિશન પર સહી કરો. હું સીબીએફસી પાસેથી માંગ કરું છું કે, ઘરેલુ હિંસા અંગે પણ ફિલ્મમાં ડિસક્લેમર હોવી જોઈએ.