એક 19 વર્ષના છોકરાએ 76 વર્ષની મહિલાને પ્રપોઝ કરીને બધાને ચોંકાવી દીધા. યુવકે મહિલાને પ્રપોઝ કરતી એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટો જોયા બાદ યુઝર્સ આ જોડીને ટ્રોલ કરી રહ્યા છે. આ જોડી વચ્ચે ઉંમરમાં 57 વર્ષનું અંતર છે, જેને લઈને લોકો વિવિધ સવાલો ઉઠાવી રહ્યા છે.
જો કે, યુવકે ટ્રોલને જવાબ આપતા કહ્યું છે કે તેમનો પ્રેમ સાચો છે અને તેઓ તેમના સંબંધો આગળ પણ ચાલુ રાખશે. યુવકે 76 વર્ષની મહિલાને પોતાની ગર્લફ્રેન્ડ કહી છે. આ યુવકનું નામ જિયુસેપ ડી’આના છે અને તે સોશિયલ મીડિયા પર ઘણો ફેમસ છે. ટિકટોક પર તેના લગભગ 2 લાખ ફોલોઅર્સ છે, જ્યાં તાજેતરમાં તેણે એક મહિલાને પ્રપોઝ કરતી તેની તસવીરો પોસ્ટ કરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે જિયુસેપ એક વૃદ્ધ મહિલાને ઘૂંટણિયે પડીને પ્રપોઝ કરી રહ્યો છે.
અન્ય એક તસવીરમાં તે અને મહિલા હસતા જોવા મળે છે. નજીકમાં ગુલાબનું ફૂલ રાખવામાં આવ્યું છે. અન્ય ફોટામાં, જિયુસેપ અને મહિલા એક ધોધ પાસે પોઝ આપી રહ્યાં છે. તેના ફોટા પર યુઝરે પ્રતિક્રિયા આપી છે.
યુવકે મહિલા સાથેનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેને લાખો લોકોએ જોયો છે. તેણે વિડિયોના કેપ્શનમાં લખ્યું- આ તો માત્ર લાંબી મુસાફરીની શરૂઆત છે. આ યાત્રા આગળ પણ ચાલુ રહેશે, અમે વચન આપીએ છીએ. જિયુસેપ કહે છે કે સ્ત્રી સાથે તેનો સંબંધ વાસ્તવિક છે.
જોકે, આ જોડીને સોશિયલ મીડિયા પર યુઝર્સની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક યુઝર્સે કહ્યું કે મહિલા તેની દાદીની ઉંમરની છે તો કોઈએ કહ્યું કે ઉંમરનો તફાવત પણ મહત્વપૂર્ણ છે. પરંતુ ટ્રોલની પરવા કર્યા વિના, જિયુસેપે મહિલા સાથે તેના ફોટા શેર કરવાનું ચાલુ રાખ્યું છે.