મુંબઈ : આ વર્ષની બહુ રાહ જોવાતી ફિલ્મ ‘ધ બિગ બુલ’ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ત્રણ મિનિટથી વધુનું આ ટ્રેલર એકદમ અસરકારક છે. આ ટ્રેલરમાં તમે અભિષેક બચ્ચન, ઇલિયાના ડિક્રુઝ અને સૌરભ શુક્લા જેવા મોટા કલાકારોના જોરદાર અભિનયની ઝલક મેળવી શકો છો. ટ્રેલરની શરૂઆત એક સંવાદથી થાય છે અને આ પછી અભિષેક બચ્ચન ટેક્સીમાં જતો જોવા મળે છે.
ફિલ્મની વાર્તા હર્ષદ મહેતાની સાચી ઘટના પર આધારિત છે. આમાં અભિષેક બચ્ચન સ્ટોક વેપારીની ભૂમિકા નિભાવી રહ્યો છે, જે ભારતનો સૌથી ધનિક વ્યક્તિ બનવા માંગે છે. તે હેમંત શાહ નામના વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મમાં જોરદાર ડાયલોગ અને હાઇવોલ્ટેજ ડ્રામા છે. આ સાથે તેમાં રોમાંસ પણ ઉમેરવામાં આવ્યો છે.
અહીં ‘ધ બિગ બુલ’ નું ટ્રેલર જુઓ
હેમંત શાહ તરીકે અભિષેક બચ્ચન લાંચ અને જોખમના આધારે આગળ વધતો દેખાય છે. તે રામ કપૂર અને અભિષેક બચ્ચનનો મુકાબલો પણ બતાવે છે. ઇલિયાનાએ આ ફિલ્મમાં એક પત્રકારની ભૂમિકા નિભાવી છે, જે શેર બજારમાં થઈ રહેલા કૌભાંડની તપાસ કરે છે.
આ કલાકારો પણ મહત્વની ભૂમિકા ભજવે છે
આ ફિલ્મમાં નિકિતા દત્તા, સૌરભ શુક્લા, મહેશ માંજરેકર, સોહમ શાહ, રામ કપૂર અને સુપ્રિયા પાઠક પણ છે. રામ કપૂર એક મોટો વેપારી અને ઉદ્યોગપતિ બન્યો છે. આ ફિલ્મનું નિર્દેશન કુકી ગુલાતીએ કર્યું છે જ્યારે તેના નિર્માતા અજય દેવગન, આનંદ પંડિત અને સહ નિર્માતા કુમાર મંગત પાઠક અને વિક્રાંત શર્મા છે.