મુંબઈ : બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી આજકાલ તેની મોસ્ટ અવેઇટેડ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘ધ બોડી’માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં બોલિવૂડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર પણ તેમની સાથે જોવા મળશે. હવે આ ફિલ્મનું નવું ગીત ‘મેં જાનતા હું’ રિલીઝ થયું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું છે. આ ગીતમાં ઝુબીન નટિયાલે પોતાનો અવાજ આપ્યો છે અને સંગીત શમિર ટંડનનું છે.
આ ફિલ્મ 13 ડિસેમ્બરે રિલીઝ થશે
ટી-સીરીઝ દ્વારા 24 કલાક પહેલા રિલીઝ થયેલા આ ગીતનું ટીઝર યુટ્યુબ પર અત્યાર સુધી 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે ‘ધ બોડી’ એક સ્પેનિશ ફિલ્મ છે. 2012 ની સ્પેનિશ ક્રાઈમ થ્રિલર ફિલ્મનું નિર્દેશન ઓરીએલ પાઉલો દ્વારા કરવામાં આવ્યું છે. હવે આ ફિલ્મની રીમેક બોલિવૂડમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મ 13 ડિસેમ્બરે રિલીઝ થશે.