સલમાન ખાન હંમેશા વિવાદોમાં ઘેરાયેલો રહે છે. થોડા દિવસો પહેલા સલમાન ખાનના પાડોશીએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અભિનેતાએ તેની છબી ખરાબ કરવા બદલ તેના પાડોશી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેના પગલે મુંબઈની સેશન્સ કોર્ટે અભિનેતા સલમાન ખાનની તેના NRI પાડોશી કેતન કક્કર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે માનહાનિના દાવામાં ‘ગેગ ઓર્ડર’ માટેની વચગાળાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે પનવેલ ફાર્મહાઉસમાં કેતન કક્કડ દ્વારા અભિનેતા પર લગાવવામાં આવેલા તમામ આરોપો સાચા છે.
સલમાન ખાને દાવો કર્યો હતો કે આ આરોપો તેને બદનામ કરવા માટે લગાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે કેતન કક્કડ વતી કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવાના આધારે કોર્ટે આ આદેશ આપ્યો છે. પુરાવા દર્શાવે છે કે સલમાન ખાને કેતનને તેની જમીન પર આવતા અટકાવ્યો હતો.
તાજેતરમાં જ સલમાન ખાને કોર્ટને અપીલ કરી હતી કે જ્યાં સુધી આ કેસની સુનાવણી અને નિર્ણય ન આવે ત્યાં સુધી કેતન કક્કડ સોશિયલ મીડિયા પર સલમાન ખાન વિરુદ્ધ અપમાનજનક કંઈપણ પોસ્ટ ન કરે. તેણે કહ્યું હતું કે તેની સામેના આરોપો ખોટા અને પાયાવિહોણા છે. આ માત્ર તેમને બદનામ કરવા માટે છે.