ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઇ રહેલી હોલીવુડની Avengers: Infinity War નું ટ્રેલર તાજેતરમાં લોંચ થયું તેના 24 કલાકમાં જ લોકોએ તેને વધુને વધુ પસંદ કર્યુ હતુ. 24 કલાકમાં 2 કરોડ અને 30 લાખ લોકોએ અા ફિલ્મનું ટ્રેલર જોયુ હતું અને વખાણ્યું હતું.
આ ફિલ્મના એકટર Robert Downey Jr, Tom Holland, Chris Pratt અને અન્ય લોકો કે જે લોકો આ હોલીવુડ ફિલ્મ સાથે જોડાયેલા છે તે તમામ લોકોએ પોતાના એકાઉન્ટ પર આ ટ્રેલર શેર કર્યુ હતુ અને જોનાર તમામ લોકોએ આ ફિલ્મનના ટ્રેલરને વખાણ્યું હતુ.
Avengers સિરિઝની તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે. આ ફિલ્મમાં ફરીએકવાર Avengersનો જબરદસ્ત એક્શન પ્લાન જોવા મળશે આ ફિલ્મ આગામી મે માસની 4 તારીખે રિલીઝ થવાની છે. પ્રશંસકો ખુબજ અાતુરતાથી અા ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલરને મળેલી સફળતા બાદ ફિલ્મ કેવા રેકોર્ડ બનાવશે તે સ્પષ્ટ છે.