મુંબઈ : કપિલ શર્મા શોમાં સ્ટાર કોમેડિયન કપિલ શર્મા અને તેની આખી ટીમ લોકોને હસાવીને લોટપોટ કરી દે છે. આપણે બધાંએ આ શો જોયો છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે પ્રેક્ષકોની પહોંચથી દૂર છે. આ તે વસ્તુઓ છે જે સ્ટેજની પાછળ થાય છે. કપિલ શર્મા શોનો સેટ જોવા માટે એકદમ આકર્ષક લાગે છે. તેને ઘરનો લુક આપવામાં આવ્યો છે, પરંતુ આ ઘર જેવા સેટની પાછળ શું થાય છે?
શોમાં કાયમી મહેમાનની ભૂમિકા નિભાવી રહેલી અર્ચના પૂરણ સિંહ છેલ્લા કેટલાક સમયથી આ શોની પાછળની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે. થોડા સમય પહેલા તેણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં કપિલ શર્મા સેટની પાછળ બેઠો જોવા મળ્યો હતો અને હવે તેણે બીજો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે બચ્ચા યાદવના ઘરની અંદરના સેટની ઝલક અને બાલ્કની શેર કરી હતી.
https://www.instagram.com/tv/B5VzXnwpwiU/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/tv/B5OSazyJrp1/?utm_source=ig_web_copy_link