મુંબઈ : બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ આજકાલ ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન એવા પતિની ભૂમિકા ભજવી રહ્યો છે જે મેરિટલ અફેર્સ રાખીને પત્ની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. આ ફિલ્મમાં 1998 ની ફિલ્મ ‘દુલ્હે રાજા’ના ગીત ‘અંખિયો સે ગોલી મારે’નું રિમેક બનાવવામાં આવ્યું છે જેને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
નવા ગીતને મીકા સિંહે અવાજ આપ્યો છે પરંતુ ગીત રિલીઝ થયા પછી જ તેને ગોવિંદાના ચાહકો તરફથી જોરદાર પ્રતિક્રિયાઓ મળવાનું શરૂ થયું. જ્યારે ચાહકોએ આ ગીતના રિમેક સંસ્કરણની નિંદા કરી હતી, આ સાત્થે જ ગોવિંદાને પણ તે ગમ્યું નહીં. ગોવિંદાની પુત્રીએ ગીત વિશે કહ્યું હતું કે, તે પોતાના પ્રોજેક્ટ્સમાં ખૂબ વ્યસ્ત છે અને તેણે હજી આ ગીત જોયું નથી. હવે ગોવિંદનો ભાણિયો ક્રિષ્નાએ પણ ‘ધ કપિલ શર્મા શો’ પર આ ગીતના રીમેક્સને લઈને ટોણો માર્યો છે. જુઓ વિડીયો…
https://www.instagram.com/tv/B5VXnxZljw2/?utm_source=ig_web_copy_link