મુંબઈ : હાલના દિવસોમાં અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘હાઉસફુલ 4’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 25 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવાની છે. અક્ષયે ફિલ્મની આખી ટીમ સાથે ધ કપિલ શર્મા શોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલાએ અક્ષય કુમારના શાળાના દિવસો વિશે ખુલાસો કર્યો હતો.
Hasi ki patakhe fatenge aaj #Housefull4 ke cast ke saath #TheKapilSharmaShow pe, raat 9:30 baje sirf Sony par@KapilSharmaK9 @kikusharda @haanjichandan @Krushna_KAS @bharti_lalli @sumona24 @banijayasia @apshaha@akshaykumar @kritisanon @thedeol @kriti_official @ChunkyThePanday pic.twitter.com/YDWSCMJ7S2
— Sony TV (@SonyTV) October 19, 2019
શોમાં અક્ષય કુમારે કપિલને કહ્યું હતું કે, તે અને સાજીદ નડિયાદવાલા એક જ સ્કૂલમાં ભણતા હતા. સાજિદે જણાવ્યું હતું કે, અક્ષય સ્કૂલને ખૂબ પસંદ કરતો હતો. દરમિયાન અક્ષયે કહ્યું કે મને શાળા છોડવાનું મન ન હતું. સાજિદે કહ્યું, “તે શાળામાં મારાથી એક વર્ષ જુનિયર હતો. જ્યારે હું ગયો ત્યારે તે ત્રણ વર્ષ જુનિયર હતો. આ પછી, જ્યારે હું કોલેજ પહોંચ્યો ત્યારે તે હજી સ્કૂલમાં હતો. આ સાંભળીને, શોમાં હાજર દરેક હસવા લાગે છે.