ફિલ્મ બાગી 2ના ટ્રેલરને રિલીઝના ૨૪ કલાકની અંદર ૬૦ મિલિયન કરતા વધારે વ્યુઝ મળ્યા છે. ડિજીટલ પ્લેટફોર્મ અને બ્રોડકાસ્ટના કુલ વ્યૂઝ જોવામાં આવે તો અત્યાર સુધી ૬૦ મિલિયન દર્શકોએ બાગી 2 નું ટ્રેલર જોયું છે.ફિલ્મ રિલીઝ થયા પહેલા જ ટાઈગર શ્રોફના જબરદસ્ત અને પાવરપેક એક્શન અવતારે દર્શકોને રોમાંચિત કરી દીધા છે.
હવે બધા ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. જે પ્રકારે ફિલ્મના ટ્રેલરને દર્શકો તરફથી પ્રેમ મળી રહ્યો છે તે જોઈ લાગી રહ્યું છે કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરશે.
ટાઈગર શ્રોફની બાગી 2 નું ટ્રેલર ધુમ મચાવી રહ્યુ છે. ફિલ્મના ડિરેક્ટર અહેમદ ખાન છે. તેમાં દિશા પટની, રણદીપ હુડ્ડા, મનોજ બાજપેયી અને પ્રતિક બબ્બર મેઈન રોલમાં છે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ પહેલા કરતા વધારે દમદાર અંદાજમાં નજર આવી રહ્યો છે. આ ફિલ્મ ૩૦ માર્ચ ૨૦૧૮ના રોજ રિલીઝ થવાની છે.