શનિવારે મોડી રાતે બોલીવુડની જાણીતી અદાકાર શ્રીદેવીનું નિધન થઇ ગયું. જાણવા મળી રહ્યું છે કે હાર્ટ એટેકના કારણે એનું મોત થયું છે. આ વાત સાંભળીને દરેક લોકોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. બોલીવુડના તમામ સ્ટાર્સ મોડી રાતથી જ ટ્વિટ કરીને શ્રીદેવીના મોત પર દુખ વ્યક્ત કરી રહ્યા છે.
હકીકતમાં શનિવાર રાતે બિગ બીએ ત્રણ ટ્વિટ કર્યા. એમાં પહેલું ટ્વિટ રાતે 1 વાગ્યે કર્યું હતું, જેમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી 20 મેચ જીતવા પર ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ 1:13 એમને પુસ્તક વિમોચન સમારોહનો ફોટો શેર કર્યો. બિગ બીએ રાત્રે પોતાનું અંતિમ ટ્વિટ એની બે મિનીટ પછી જ એટલે કે 1:15 મિનીટ પર કર્યું.
T 2625 – न जाने क्यूँ , एक अजीब सी घबराहट हो रही है !!
— Amitabh Bachchan (@SrBachchan) February 24, 2018
આ ટ્વિટમાં અમિતાભે લખ્યું, ‘ન જાને ક્યૂ, એક અજીબ સી ઘબરાહટ હો રહી હૈ!!’ અમિતાભ બચ્ચનના આ ટ્વિટના થોડાક સમય બાદ જ અભિનેત્રી શ્રીદેવીના મોતના સમાચાર મળ્યા. જેના થોડાક સમય બાદ જ બોની કપૂરના ભાઇ સંજય કપૂરે એના મોતના સમાચારની પુષ્ટિ કરી.