મુંબઈ : બોલિવૂડની જાણીતી ગાયિકા કનિકા કપૂરનો અવાજ ફરી એકવાર અભિનેત્રી સની લિયોની સાથે ગુંજી રહ્યો છે. હા, તાજેતરમાં જ રીલિઝ થયેલી વેબ સિરીઝ ‘રાગિણી એમએમએસ રીટર્ન 2’ નું ગીત ‘હેલો જી’ સોશિયલ મીડિયા પર છવાયું છે. ઝી મ્યુઝિક કંપની દ્વારા 28 નવેમ્બરના રોજ યુટ્યુબ પર અપલોડ કરાયેલા આ ગીતનો વીડિયો અત્યાર સુધીમાં 7,238,367 વાર જોવામાં આવ્યો છે. વળી, આ વીડિયો પર લોકો પણ કનિકાના અવાજ અને સનીના ડાન્સની ખૂબ જોરશોરથી પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયો વિડીયો
તમને જણાવી દઈએ કે, સની લિયોની ફરીથી ‘રાગિની એમએમએસ રીટર્ન સીઝન -2’માં જોવા મળશે. સની આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તેની સાથે સંબંધિત વીડિયો સતત શેર કરી રહી છે. સનીએ શુક્રવારે આ ગીતનો વીડિયો પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે.