મુંબઈ : સોનમ કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ એક જબરદસ્ત વાર્તા છે. તાજેતરમાં જ ફિલ્મના કેટલાક પોસ્ટરો રિલીઝ કરવામાં આવ્યા હતા. ફિલ્મના વિષયવસ્તુની પોસ્ટરો દેખાયા બાદથી સોશ્યલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. ફિલ્મમાં સોનમની ઓપોઝીટ દુલકર સલમાન છે.
તેજસ્વી સ્ટાર કાસ્ટથી શણગારેલી ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તે 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક શર્માએ કર્યું છે. ફિલ્મનું નિર્માણ ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા સંભાળવામાં આવ્યું છે.
ફિલ્મ ધ ઝોયા ફેક્ટર, ઝોયા સોલંકી નામની યુવતીની વાર્તા છે. એક છોકરી જે પોતાને કમનસીબ માને છે, પરંતુ તેના પિતા તેને ક્રિકેટ માટે ખૂબ જ ભાગ્યશાળી માને છે. ક્રિકેટ માટે ઝોયા લકી હોવાનું કારણ તેનો જન્મદિવસ છે, જે 25 જૂન 1983 છે.