રીના કપૂર ખાનની ફિલ્મ ‘Veere Di Wedding’ ને ભારતમાં બોલ્ડ સીન્સ અને અભદ્ર શબ્દોના કારણે એ સર્ટિફિકેટ મળ્યું છે. બીજી તરફ, આ ફિલ્મ પાકિસ્તાનમાં બેન થઇ ગઈ છે. ફિલ્મમાં અભદ્ર ભાષા અને આપત્તિજનક ડાયલોગના કારણે પાકિસ્તાનના સીબીએફસીએ આ નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, બોર્ડના કોઈ સભ્યએ પ્રતિબંધના નિર્ણય પર આપત્તિ વ્યક્ત કરી નથી. ફિલ્મ મેકર્સ માટે આ એક મોટો ઝટકો છે. Veere Di Wedding ફિલ્મના પ્રોડ્યુસરને આ કારણે થોડું નુકસાન થશે. સોનમ કપૂર આહૂજા, કરીના કપૂર ખાન, શિખા તલસાનિયા અને સ્વરા ભાસ્કરની અપકમિંગ ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ સતત લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનેલ છે. તેનું મોટું કારણ ફિલ્મનો વિષય છે. જી હાં, ફિલ્મના વિષયે દર્શકોને ઉત્સાહિત કરી રાખ્યા છે, બીજી તરફ નિર્માતાઓ દર્શકોને ફિલ્મના પ્રતિ આકર્ષિત કરવા કોઈપણ તક છોડવા માંગતા નથી. કરીના કપૂર ખાન અને સોનમ કપૂર આહૂજા સ્ટારર ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ કાલે બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની છે. તે દરમિયાન ગર્લ્સ ગેંગે આ ફિલ્મનું રિલીઝ પહેલા ખૂબ પ્રમોશન કર્યું છે. ફિલ્મ વીરે દી વેડિંગનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. સોનમ કપૂર સિવાય આ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને સ્વરા ભાસ્કર પણ લીડ રોલમાં છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મથી કરીના કપૂર ખાન તૈમૂરના જન્મ પછી મોટા પડદા પર વાપસી કરી રહી છે. ફિલ્મને એકતા કપૂર સિવાય તેમની માતા શોભા કપૂરની સાથે સોનમની બહેન રિયા કપૂર પ્રોડ્યુસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મ ચાર ફ્રેન્ડસની સ્ટોરી છે, જેઓ મેરેજમાં જાય છે અને તે દરમિયાન સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ આવે છે. ફિલ્મમાં સુમિત વ્યાસ કરીનાના દુલ્હાનો રોલ પ્લે કરી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી મેહુલ સૂરી અને નિધિ મેહરાએ લખી છે. આ ફિલ્મને ફીમેલ ઓડિયન્સને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.