નવી દિલ્હી: ‘યાદ પિયા કી એને લગી’ રિલીઝ થતાની સાથે જ બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કરના નવા ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવવાનું શરૂ કરી દીધું છે. 16 નવેમ્બરના રોજ ટી-સિરીઝ દ્વારા યુટ્યુબ પર રજૂ કરાયેલા આ ગીતનો વીડિયો અત્યાર સુધીમાં 25,228,825 વાર જોવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ ગીત ફાલ્ગુની પાઠક દ્વારા ગવાયું હતું, જે હવે નેહાએ તેની શૈલીમાં ગાયું છે. નેહાનું આ ગીત અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા દિવ્યા ખોસલા કુમાર પર ફિલ્માવવામાં આવ્યું છે.
ગીતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
હવે નેહાનું આ ગીત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, નેહાએ તેની કારકિર્દીની શરૂઆત ઈન્ડિયન આઇડોલથી સ્પર્ધક તરીકે કરી હતી. નેહા તેની યુટ્યુબ વીડિયોથી લોકપ્રિય થઈ હતી અને તે પછી નેહા તેની કારકિર્દીની ઊંચાઈએ પહોંચી. નેહાએ બોલીવુડના કેટલાક હિટ ગીતોનું મેશઅપ બનાવ્યું અને વર્ષ 2015 માં યુ-ટ્યૂબ પર પોસ્ટ કર્યું, જેને અત્યાર સુધીમાં 43 મિલિયન વ્યૂ મળી ચૂક્યા છે. નેહા સતત સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે સંકળાયેલી રહે છે. તે પોતાના ભાઈ ટોની કક્કર સાથે ટિક ટોક અને ઇંસ્ટાગ્રામ પર મનોરંજક વિડિઓઝ શેર કરતી રહે છે. નેહાની મોટી બહેન સોનુ કક્કર સિવાય તેના ભાઈએ પણ બોલિવૂડ સિંગિંગમાં ડેબ્યૂ કર્યું છે. ટોનીના ગીતોને બોલિવૂડમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે અને તેના ગીતોને ફરીથી બનાવીને ફિલ્મોમાં મૂકવામાં આવી રહ્યા છે.