મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરી લાંબા ગાળા પછી બોલિવૂડમાં પરત ફરી છે. પદ્મિનીએ છેલ્લે શાહિદ કપૂરની ફિલ્મ ‘ફટા પોસ્ટર નિકલા હિરો’માં લગભગ છ વર્ષ પહેલાં કામ કર્યું હતું. તાજેતરમાં તે સંજય દત્ત, અર્જુન કપૂર અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ ‘પાણીપત’માં જોવા મળી હતી, જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈપણ કરવામાં નિષ્ફળ ગઈ હતી.
ફિલ્મ ‘ગહરાઈ’ માં તેણે ન્યૂડ સીન આપ્યો હતો
તમને જણાવી દઈએ કે, પદ્મિનીએ નાનપણથી જ અભિનયની શરૂઆત કરી હતી. ખૂબ ટૂંકા સમયમાં, તેણે લોકોને દિવાના બનાવ્યા. 1980 ની ફિલ્મ ‘ગહરાઈ’માં તેણે ફક્ત 15 વર્ષની ઉંમરે ન્યૂડ સીન (નગ્ન દ્રશ્ય) આવ્યો હતો. બસ, તે સમયે આ પ્રકારનું દ્રશ્ય કરવું એ ખૂબ મોટી બાબત છે. જે સીનને કારણે તેનું નામ વિવાદમાં આવ્યું. આ ફિલ્મમાં, એક પ્રેત આત્મા પદ્મિની પર પડે છે. તે આત્માને શરીરમાંથી કાઢવા માટે તાંત્રિકની ભૂમિકા ભજવનાર અમરીશ પુરી બાળ કલાકાર પદ્મિનીના બધા કપડાં ઉતરાવે છે અને તેની નિર્વસ્ત્ર પૂજા કરે છે.
‘ઇન્સાફ કા તરાજુ’ સાથે ધૂમ મચાવી હતી
આ પછી ‘ઇન્સાફ કા તરાજુ’ ફિલ્મ સાથે ધૂમ મચાવી હતી. આ ફિલ્મના એક સીનમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ પદ્મિનીએ એક પછી એક તેના બધા કપડા કાઢવાના હોય છે. આ માટે, ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવી રહેલા રાજ બબ્બર તેને બળજબરીથી ધમકી આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સીનને જોવા માટે ફિલ્મની ટિકિટ બ્લેકમાં વેચાઈ હતી અને સિનેમા હોલની બહાર દર્શકોની લાઈન લાગી હતી.