મુંબઈ : ટાઇગર શ્રોફ અને દિશા પાટનીના રિલેશનશિપમાં હોવાના સમાચાર આવતા રહે છે. બંનેએ તેમની સાથે રહેવાની બાબતને કદી સ્વીકારી નથી અને તેઓ એક બીજા સાથે ડેટ કરતા પણ જોવા મળ્યા નથી. આવી સ્થિતિમાં બંનેની જોડી ઘણા સમયથી હેડલાઇન્સ બનાવી રહી છે.
ટાઇગર અને દિશા દર અઠવાડિયે એક સાથે લંચ અથવા ડિનર લેતા જોવા મળે છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે બંનેનું બ્રેકઅપ થયું છે. જો કે, હવે લાગતું નથી. ટાઇગર શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં દિશાએ ટિપ્પણી કરી છે. આ જોતા નથી લાગતું કે બંને અલગ થયા છે.
દિશાની કમેન્ટ
આ ફોટો ખરેખર સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીના કેલેન્ડર 2020 ફોટોશૂટનો છે. ટાઇગરે ડબ્બુના કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેણે પોતાનો શર્ટ ખોલ્યો છે અને તે તેના એબ્સ દેખાડી રહ્યો છે. આ ફોટામાં ટાઇગર ખૂબ જ સેક્સી લાગી રહ્યો છે. દિશાએ ટાઇગરના આ ફોટા પર ફાયર ઇમોજી પોસ્ટ કરી છે. આનો અર્થ એ છે કે તે ટાઇગરને હોટ કહી રહી છે. દિશા સિવાય તેની બહેન ખુશ્બુએ પણ ટાઇગરના ફોટા પર કમેન્ટ કરી છે.