મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટની નવા વર્ષની શરૂઆત અનેક નવા પ્રોજેક્ટ્સથી કરશે. આ માટે તેઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. અત્યારે તે ‘બાગી’ ફિલ્મના ત્રીજા ભાગની તૈયારી કરી રહી છે. તે સતત બીજી વાર છે જ્યારે તે ‘બાગી’માં કામ કરી રહી છે.
બાગી 2 માં દિશા તેના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે જોવા મળી હતી. હવે તે તેના ત્રીજા ભાગમાં પણ ટાઇગર શ્રોફ સાથે જોવા મળશે. ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલાએ તેના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ‘બાગી 3’ના સેટનો છે. વીડિયો શેર કરતાં સાજિદે લખ્યું કે, “Time for a small sneak-peak from the sets of #Baaghi3 Looks like the Baaghi fever just got higher!”
સાજીદે શેર કરેલા વીડિયોમાં દિશા એક વેનિટી વાનમાં જોવા મળી રહી છે અને ચાહકોને કહી રહી છે – “હાય ગાય્સ, ‘બાગી 3’ નો સમય આવી ગયો છે.” વીડિયોમાં દિશા ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેના વાંકડિયા વાળ પણ ખૂબ સારા દેખાઈ રહ્યા છે.
Time for a small sneak-peak from the sets of #Baaghi3 ?
Looks like the Baaghi fever just got higher! ?
@DishPatani #SajidNadiadwala @iTIGERSHROFF @ShraddhaKapoor @khan_ahmedasas @WardaNadiadwala @foxstarhindi pic.twitter.com/N0YKP4H42T— Nadiadwala Grandson (@NGEMovies) December 23, 2019