મુંબઈ : બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ દિશા પાટનીને ડેટ કરી રહ્યો છે, પરંતુ તાજેતરમાં ‘બાગી 3’ ના પ્રમોશન દરમિયાન ટાઇગર શ્રોફે કહ્યું કે સ્કૂલના દિવસોમાં તેને શ્રદ્ધા કપૂર પર ક્રશ હતો. ટાઇગર અને શ્રદ્ધા ટૂંક સમયમાં ફિલ્મ ‘બાગી 3’ માં જોવા મળશે. આ ફિલ્મ 6 માર્ચે રિલીઝ થશે.
ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે રહસ્ય જાહેર કર્યું કે, તે એક સમયે શ્રદ્ધા કપૂરને પ્રેમ કરતો હતો. પરંતુ તે વ્યક્ત કરી શક્યો નહીં. આ જ કારણ છે કે શ્રધ્ધાને ક્યારેય ખબર ન પડી કે ટાઇગરનો તેના પર ક્રશ છે. ટાઇગર શ્રોફે કબૂલાત કરી કે જ્યારે તે સ્કૂલમાં હતો ત્યારે શ્રદ્ધા કપૂર પર તેનો ક્રશ હતો. પરંતુ તે શ્રદ્ધાને આ કહેવાની હિંમત કરી શક્યો નહીં.