ટાઈગર શ્રોફ આજે બોલિવૂડનો જાણીતો ચહેરો બની ગયો છે. જો કે જેકીની દીકરી કૃષ્ણા શ્રોફ ફિલ્મોમાં નથી આવી, પરંતુ કૃષ્ણા કોઈ એક્ટ્રેસથી ઓછી ગ્લેમરસ નથી. અત્યારે કૃષ્ણા પોતાની પર્સનલ લાઈફને લઈ સોશિયલ મીડિયા પર હંમેશાં ખુલીને વાતો કરતી હોય છે. તાજેતરમાં કૃષ્ણાના તેના બોયફ્રેન્ડ સાથેના બોલ્ડ ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં કૃષ્ણા શ્રોફ બ્લેક બિકીની પહેરેલી જોવા મળી હતી. તે બીચ પર તેના બોયફ્રેન્ડ એબન હાયમ્સનો હાથ પકડી ફરી રહી છે. આ બંનેની આ રોમાન્ટિક તસવીરોના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.
કૃષ્ણાએ પોતાના બોયફ્રેન્ડ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા તેવા વાયરલ થઈ રહ્યા છે. બોયફ્રેન્ડ સાથેના પહેલા પણ ઘણા ફોટા સામે આવ્યા છે. આ પહેલાં બંને કિસ કરતાં ફોટા પણ ખૂબ વાયરલ થયા હતા. તો જુઓ બંન્નેના હોટ ફોટો