મુંબઈ : એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ટિક્ટોક (TikTok) સ્ટાર અને બોલિવૂડ એક્ટ્રેસ મળીને એક ખતરનાક પ્લાનિંગ કરી રહ્યા છે. બોલિવૂડની આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપરા છે. પ્રિયંકાનો આ વીડિયો હવે ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પ્રિયંકા ચોપડા આજકાલ તેની આગામી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પ્રમોશન દરમિયાન, પ્રિયંકા ચોપડાએ ટિક્ટોક ફેમ મિસ્ટર સાથે એક રમૂજી વીડિયો શૂટ કર્યો છે. જુઓ વિડીયો…
આ વાયરલ વીડિયો વિશે વાત કરવામાં આવે તો તેમાં પ્રિયંકા અને માનવ એક ફ્રેમમાં જોવા મળી રહ્યા છે. આ બંને મળીને બેંકને લૂંટવાનો પ્લાન બનાવી રહ્યા છે. ખરેખર, આ બંને પ્રિયંકાની આગામી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ના ખૂબ જ પ્રિય સીનમાં લિપ સિંક કરી રહ્યા છે. આ વીડિયો મિસ્ટર માનવ દ્વારા તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.