ભાજપે હરિયાણામાં આદમપુર વિધાનસભા સીટ પર આ વખતે ટિક્ટોક સ્ટાર સોનાલી ફોગાટને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે મંગળવાર રાત્રે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી અને અંતિમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં સોનાલી ફોગાટનું નામ આવતાની સાથે જ તે સમાચારોમાં છવાઈ ગઈ છે. સોનાલી ફોગાટ ઘણી પોપ્યુલર છે. જે ટિક્ટોક પર પોતાના વિડીયો બનાવતી રહે છે.
સોનાલી ફોગાટને ટિકિટોક પર લાખો લોકો ફોલો કરે છે. આ વખતે આદમપુર વિધાનસભા સીટ પર સોનાલી ફોગાટનો મુકાબલો કોંગ્રેસ પાર્ટીના કુલદીપ બિશ્નોઇ સાથે હશે. વર્ષ 2014માં કુલદીપ બિશ્નોઇ અલગ પાર્ટી બનાવીને ચૂંટણી લડ્યા હતા અને જીત હાંસલ કરી હતી. ભાજપની બીજી અને અંતિમ યાદીમાં 12 ઉમેદવારોના નામ છે. આ પેહલા ભાજપે 78 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.
હરિયાણા વિધાનસભામાં કુલ 90 સીટ છે, જે દરેક સીટ પર ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપની પહેલી યાદીમાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને કરનાલથી ટિકિટ આપવામાં આવી હતી, ભાજપની પહેલી યાદીમાં હાલના 38 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી હતી જેમાંથી 7 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી હતી.
પાર્ટીમાં હાલમાં સામેલ થયેલા રેસલર બબીતા ફોગાટબાએ યોગેશ્વર દત્તને પણ ટિકિટ આપવામાં આવી છે. બબીતા ફોગાટને દદારીથી અને યોગેશ્વર દત્તને સોનીપતના બરૌદાથી ટિકિટ આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 24 ઓક્ટોબરના રોજ મતગણતરી થશે.