સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સને પોતાના જીવન અંગે જણાવતા રહે છે. આ વચ્ચે તેમણે શાહિદ કપૂર અને આમિર ખાનને ટક્કર આપકા દિપિકા પાદુકોણ સાથે કામ પણ માંગી લીધું. હકીકતમાં બિગ બીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે એક અખબારમાં છપાયેલા આર્ટિકલનો ફોટો શેર કરતાં પોતાનું રિઝ્યુમ પણ આપ્યું છે.તેમણે આ તસવીરને કેપ્શન આપ્યું કે ‘જૉબ એપ્લીકેશન : અમિતાભ બચ્ચન, જન્મ તારીખ-11.10.1942 ઉંમર-76, ફિલ્મોમાં 49 વર્ષનો અનુભવ આશરે 200 ફિલ્મોમાં અભિનય કર્યો છે. હિન્દી બોલી લઉં છું. હાઇટ-6’2યયઉપલબ્ધ છું. તમને ક્યારેય હાઇટની સમસ્યા નહી થાય.’ ઉલ્લેખનીય છે કે આ આર્ટિકલના હેડિંગમાં લખ્યું છે કે દિપિકા અને કેટરીનાની હાઇટ શાહિદ કપૂર અને આમીર ખાન કરતા વધારે છે. ઉલ્લેખનીય છે કે દિપિકા અને અમિતાભ બચ્ચન ફિલ્મ ‘પિકૂ’માં સાથે કામ કરી ચુક્યા છે.
નોંધનીય છે કે અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ‘102 નૉટઆઉટ’ ફિલ્મમાં જોવા મળશે અને આ ફિલ્મમાં તેઓ લાંબા સમય બાદ ઋષિ કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ ઋષિ કપૂરના પિતાની ભુમિકામાં જોવા મળશે. આ ઉપરાંત હાલ તેઓ આમિર ખાન અને કેટરિના કૈફ સાથે ‘ઠગ્સ ઓફ ઙિન્દુસ્તાન’ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે.