બોલીવુડ અભિનેત્રી આસીનનો જન્મ ૨૬ ઓક્ટોબર ૧૯૮૫ ના રોજ થયો હતો. તેમણે ફિલ્મી કારકિર્દીની શરૂઆત ૨૦૦૧માં સથ્યન અન્થીકકડની મલયાલમ ફિલ્મ ‘નરેન્દ્ર મકાન જયકંથાન વાકા’ માં સહાયક અભિનેત્રી તરીકે કરી હતી. આસીનની પ્રથમ હિન્દી ફિલ્મ આમિર ખાન સાથેની ગજની છે. ત્યાર બાદ આસીને ‘લંડન ડ્રીમ્સ’, ‘રેડી’, ‘ખેલાડી ૭૮૬’, ‘હાઉસફુલ-૨’ સહિત અન્ય ફિલ્મોમાં કામ કર્યું હતું.
બે દિવસ પહેલાજ આસીનને ત્યાં પુત્રીનો જન્મ થયો છે આમ તેનો આ વખતનો જન્મ દિવસ ખુબજ ખાસ છે. અક્ષય કુમાર અને આસીન ના પતિ રાહુલ શર્મા ખાસ મિત્રો છે. અત્યારેતો આસીન તેની નવી જવાબદારી નિભાવી રહી છે.