પોતાના અલગ અને ખાસ અંદાજથી કરોડો પ્રશંસકોના દીલમાં સ્થાન મેળવનાર તેમજ કામમાં હંમેશા પરફેક્ટ રહેનાર મિસ્ટર પરફેક્ટ અામિર ખાનનો અાજે જન્મદિવસ છે. અામિર ખાનનો જન્મ ૧૪ માર્ચ ૧૯૬૫ માં મુંબઈમાં થયો હતો. પિતા તાહિર હુસૈન અને કાકા નાસીર હુસૈન જાણીતા ફિલ્મ નિર્માતા હતા. તેમના ઘરમાં ફિલ્મી માહોલના કારણે આમીર ખાન પણ અભિનેતા બનવાનું સ્વપ્ન જોતો હતો.
આમીર ખાને પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૭૩માં ફિલ્મ ‘યાદો કી બારાત’માં બાળ કલાકાર તરીકે કરી હતી.આમીર ખાનની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી પોતાના કરિયરની સફળ શરૂઆત કરી હતી. આ ફિલ્મની સફળતા બાદ અમીર ખાને કંઇક અલગ ઓળખ બનાવી હતી.આમીર ખાને એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે.
આમીર ખાનની ફિલ્મોમાં ‘ગજની’, ‘૩ ઈડિયટ્સ’, ‘ધૂમ -૩’ અને ‘પીકે’ જેવી ઘણી બધી ફિલ્મો બોક્સ ઓફીસ પર હીટ રહી હતી.જન્મદિવસની અા અભિનેતાને ખુબ ખુબ શુભેચ્છા.